Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરસીટી ઇજનેર ભાવેશ જાનીને ડીએમસીનો ચાર્જ સોંપાયો

સીટી ઇજનેર ભાવેશ જાનીને ડીએમસીનો ચાર્જ સોંપાયો

અગાઉ પ્રોજેકટ અને પ્લાનિંગ વિભાગમાં બજાવી ચૂકયા છે ફરજ

જામનગર મહાપાલિકાના સીટી ઇજનેર ભાવેશ જાનીને નાયબ કમિશનરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. નાયબ કમિશનર તરીકે ફરજ બજાવતા એ.કે. વસ્તાણીની તાજેતરમાં રાજય સરકાર દ્વારા અમરેલી બદલી કરવામાં આવતાં ખાલી પડેલી આ જગ્યા પર જયાં સુધી નવી નિમણુંક ન થાય ત્યાં સુધી સીટી ઇજનેર તરીકે ફરજ બજાવી રહેલાં ભાવેશ જાનીને ડીએમસીનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. કાર્યપાલક ઇજનેર તરીકેનું પ્રમોશન મળ્યાં બાદ ભાવેશ જાનીને સીટી ઇજનેરનો કાર્યભાર સોંપવામાં આવ્યો હતો. આ અગાઉ તેઓ જામ્યુકોના પ્રોજેકટ એન્ડ પ્લાનિંગ વિભાગમાં પણ સફળતાપૂર્વક ફરજ બજાવી ચૂકયા છે. તેમની દેખરેખ હેઠળ જ શહેરમાં મોટા પ્રોજેકટો આકાર પામી રહયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular