Tuesday, December 24, 2024
Homeરાજ્યદ્વારકા નજીક પૂરપાટ જતી કારની હડફેટે બાઈક ચાલક આધેડનું મૃત્યુ

દ્વારકા નજીક પૂરપાટ જતી કારની હડફેટે બાઈક ચાલક આધેડનું મૃત્યુ

- Advertisement -

દ્વારકાથી આશરે દસ કિલોમીટર દૂર બરડીયા ગામથી આગળ જતા એક મંદિર નજીકના હાઈ-વે માર્ગ પર પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જીજે-27-ડીબી-2719 નંબરની સફેદ કલરની સ્વીફ્ટ ડિઝાયર મોટરકારના ચાલકે પોતાની કાર ગફલતભરી રીતે ચલાવી, આ માર્ગ પર જીજે-25-એમ-5339 નંબરના મોટરસાયકલ પર જઈ રહેલા હારુનભાઈ ઇસ્માઈલભાઈ ઠેબા નામના 50 વર્ષના આધેડને પાછળથી ઠોકર મારતા બાઈક ચાલક હારુનભાઈ ફંગોળાઈ ગયા હતા અને તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -

આ અકસ્માતમાં અન્ય સાહેદોને પણ નાની-મોટી ઈજાઓ થવા પામી હતી. અકસ્માત સર્જી આરોપી વાહન ચાલક નાસી છૂટ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ બનાવ અંગે મૃતકના ભાણેજ ઈકબાલભાઈ હુસેનભાઈ રાઉકુડા (ઉ.વ. 35, રહે. રાણાવાવ- પોરબંદર)ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે સ્વિફ્ટ કારના ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 337, 304(એ) તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular