Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયભાજપા સંસદિય બોર્ડમાંથી નીતિન ગડકરી અને શિવરાજસિંહ ચૌહાણ બહાર

ભાજપા સંસદિય બોર્ડમાંથી નીતિન ગડકરી અને શિવરાજસિંહ ચૌહાણ બહાર

સત્યનારાયણ જાટિયા, બીએસ યેદિયુરપ્પાનો સમાવેશ : 11 સભ્યોની ટીમ જાહેર

- Advertisement -

એક મહત્ત્વપૂર્ણ ફેરફાર હેઠળ ભાજપે કેન્દ્રીય પ્રધાન 65 વર્ષીય નીતીન ગડકરી અને 63 વર્ષીય મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌૈહાણને સંસદીય બોર્ડમાંથી પડતા મૂક્યા છે. તેમના સ્થાને કર્ણાટકના નેતા બી એસ યેદિયુરપ્પા અને શીખ સમુદાયના પ્રતિનિધિ તરીકે ઇકબાલ સિંહ લાલપુરાને સામેલ કરવામાં આવ્યા છે. ભાજપે પોતાની સેન્ટ્રલ ઇલેકશન કમિટી (સીઇસી)માંથી પણ નીતીન ગડકરી અને શિવરાજ સિંહ ચૌહાણને પડતા મૂકયા છે. સીઇસીમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દર યાદવને સામેલ કરવામાં આવ્યા છે.

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય પ્રધાનો અમિત શાહ, રાજનાથ સિંહ અને ભાજપ પ્રમુખ જે પી નડ્ડાા સહિતના તમામ સંસદીય બોર્ડના સભ્યો ઓટોમેટિક સીઇસીના સભ્ય બની જાય છે. જો કે સીઇસીમાં કેટલાક વધારાના પણ સભ્યો હોય છે. બોર્ડમાં સામેલ કરાયેલા અન્ય નવા સભ્યોમાં કે લક્ષ્મણ, સુધા યાદવ, સત્યનારાયણ જાટિયાનો સમાવેશ થાય છે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન જુઅલ ઓરમ અને શાહનવાઝ હુસેનને સીઇસીમાંથી પડતા મૂકવામાં આવ્યા છે. ફેરફાર પછી ભાજપ સંસદીય બોર્ડના સભ્યોની સંખ્યા મહત્તમ 11 પર પહોંચી ગઇ છે. જ્યારે સીઇસીના સભ્યોની સંખ્યા 15 થઇ ગઇ છે.

સીઇસીમાં સામેલ કરાયેલા નવા સભ્યોમાં રાજસ્થાનના નેતા ઓમ માથુર, ભાજપ મહિલા પાંખના વડા વનાથી શ્રીનિવાસન, ફડણવીસ અને ભુપેન્દરનો સમાવેશ થાય છે.વનાથી શ્રીનિવાસને વિજયા રાહતકરનું સ્થાન લીધું છે.ચૌહાણને પડતા મૂકવામાં આવ્યા પછી ભાજપ સંસદીય બોર્ડમાં હવે કોઇ મુખ્યપ્રધાન રહ્યું નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular