Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર જિલ્લામાં 13 જુગાર દરોડામાં 7 મહિલા સહિત 81 શખ્સો જુગાર...

જામનગર શહેર જિલ્લામાં 13 જુગાર દરોડામાં 7 મહિલા સહિત 81 શખ્સો જુગાર રમતાં ઝડપાયા

આઠ શખ્સો દરોડા દરમ્યાન નાશી જતાં શોધખોળ

- Advertisement -

પ્રથમ દરોડો શેઠવડાણાના સમાણા ગામમાં પટેલ સમાજની બાજુમાં આવેલ મગનભાઇ જાદવજીભાઇ વાદીના મકાનની બહાર જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનીક પોલીસે રેઇડ દરમ્યાન પ્રવીણ વાલા મકવાણા, કલ્પેશ રાજા મકવાણા, મોહન ગેલા મકવાણા, જેઠા પુંજા ભાંભી, રાજા સુરા મકવાણા, તથા વિમલ જીવા મકવાણા નામના 6 શખ્સોને જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં ઝડપી લઇ રૂા.10,370ની રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

બીજો દરોડો જામનગર શહેરમાં ધરાનગર-1 ગરબી ચોકમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં ધીરૂ નાગજી કરીર, નાસીર અબ્બાસ કસીરી, પૃથ્વીરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રામસિંહ જાડેજા, દાઉદ રઝાક મકરાણી, રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, ભરત ઉર્ફે ભાવેશ રમેશ મંડલી, વિપુલ રાજુ ચૌહાણ અને જયેશ ચતુર રોજાસરા નામના 9 શખ્સોને પોલીસે રૂા.11,240ની રોકડ સાથે તીનપતીનો જુગાર રમતાં ઝડપી લીધા હતાં.

ત્રીજો દરોડો જામનગર શહેરમાં ગણપત નગર હનીફ સાટીના ઘર પાછળ જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના અધારે રેઇડ દરમ્યાન હનીફ ઇસમાઇલ સાટી, ડાડુ પીઠા વરૂ, લખમણ નકુ માડમ, આમીન હુસેન ખફી, જેસા નકુ માડમ નામના પાંચ શખ્સોને તીનપતીનો જુગાર રમતાં ઝડપી લઇ રૂા.14,050ની રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

ચોથો દરોડો જામજોધપુરના ગીંગળી ગામે નાનજીભાઇ મુળજીભાઇ મકવાણાના ઘર પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં નાનજી મુળજી મકવાણા, રસીક રામજી વારસંકિયા, રાજેશ પુના વારસંકિયા, પરબત હમીર મકવાણા, સુભાષ કેસવ વારસંકિયા, ભાવેશ અમરશી મકવાણા તથા કિરિણ પરબત ચૌહાણ નામના સાત શખ્સોને રૂા.15,230ની રોકડ તથા રૂા.30,000ની કિંમતના છ નંગ મોબાઇલ ફોન સહિત કુલ રૂા.45,230ના મુદ્દામાલ સાથે જુગાર રમતાં ઝડપી લીધા હતાં.

પાંચમો દરોડો જામનગર શહેરમાં સરદાર નગર આવાસમાં પાંચમા માળે જાહેરમાં તીનપતીનો જુગાર રમાતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ દરમ્યાન સુરેશ હરી ભંડેરી, વિરલ નરશી ગોહિલ તથા સાત મહિલાઓ સહિત નવ શખ્સોને રૂા.11,700ની રોકડ સાથે જુગાર રમતાં ઝડપી લીધા હતાં.

- Advertisement -

છઠ્ઠો દરોડો જામનગરના રણજીત સાગર ડેમ પાસે જામરણજીતસિંહ પાર્કની પાછળ બાવળની જાળીમાં તીનપતીનો જુગાર રમતાં ભુપેન્દ્રસિંગ ઘુમનસિંગ લોદી, તુલસીરામ રજ્જુ અહિરવાર, કમલેશ નન્હે અહિરવાલ, ગોવિંદસિંગ મલખાનસિંગ ઠાકુર, પુષ્પેન્દ્ર રતીરામ અહિરવાર, સંતદેવલ સુબેરદાર કુસવાહા તથા દિપચંદ ભગુ અહિરવાર નામના સાત શખ્સોને રૂા.11,120ની રોકડ સાથે જુગાર રમતાં ઝડપી લીધા હતાં.

સાતમો દરોડો જામનગર રાજકોટ બાયપાસ રોડ લાલપુર ચોકડી પાસે કર્મચારી નગરમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ દરમ્યાન વિજયસિંહ અજીતસિંહ સોલંકી, જયરાજસિંહ રાસુભા ભટ્ટી,ક્રિપાલસિંહ ભોલુભા કંચવા, રાજેન્દ્રસિંહ ગોવિંદસિંહ જાડેજા, મયુરસિંહ ગુમાનસિંહ જાડેજા તથા જીતેન્દ્ર જયંતિલાલ ગાલા નામના છ શખ્સોને રૂા.12,300ની રોકડ સાથે જુગાર રમતાં ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આઠમો દરોડો કાલાવડ તાલુકાના ભલસાણ ગામે કાળાભાઇ પુંજાભાઇ જેપાના મકાન પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ દરમ્યાન અમરશી જેઠા ઘૈયડા, નરેશ સોમા જેપાર, ચના કાના સોલંકી, દાના ખીમા મહિડા, રોહિત હિરા ઘૈયડા, લાલજી રામજી જેપાર, ભરત દિનેશ ઘૈયડા નામના સાત શખ્સોને રૂા.6,900ની રોકડ સાથે તીનપતીનો જુગાર રમતાં ઝડપી લીધાં હતાં.

નવમો દરોડો કાલાવડ તાલુકાના ચેરાબેડી ગામે ચોરાવારી શેરીમાં હમિદભાઇ થૈયમના મકાન પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં મહેશ નાથા ગમારા, હમીદ સુલેમાન થૈયમ, રમેશ જીવા બાંભવા, સબીર ઇકબાલ થૈયમ તથા સહદેવ નાથા ગમારા નામના પાંચ શખ્સોને રૂા.6,200ની રોકડ સાથે તીનપતીનો જુગાર રમતાં ઝડપી લીધાં હતાં.

દસમો દરોડો ધ્રોલ તાલુકાના આંબેડકર નગર આંગણવાડીની દિવાલે સ્ટ્રીટ લાઇટના અંજવાણે તીનપતીનો જુગાર રમાતા હોવાની બાતમીના આધારે સ્થાનીક પોલીસે રેઇડ દરમ્યાન મચ્છા હઠ્ઠા વરૂ, પબા ઉર્ફે પરબત રામ વરૂ, જગદીશ બચરામ રાજપૂત, લાલજી હરજી ચાવડા, પાંચા રાજા વરૂ, જીવા કરશન ટારીયા, મહેન્દ્ર પ્રતાપ સોલંકી નામના સાત શખ્સોને રૂા.7,750ની રોકડ તથા રૂા.500ની કિંમતના એક નંગ મોબાઇલ ફોન સહિત કુલ રૂા.8,250ના મુદ્ામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતાં.

અગીયારમો દરોડો ધ્રોલ તાલુકાના મોટા ગરેડીયા ગામની પ્રાથમિક શાળા પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં ચેતન ગાગજી વાણીયા, મહેન્દ્ર રામજી વાણીયાને તીન પતીનો જુગાર રમતાં ઝડપી લીધા હતાં અને રૂા.5290ની રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રેઇડ દરમ્યાન નરેશ ભાણજી રાઠોડ, હરીશ પુના વાણીયા, મેઘજી અરજણ વાણીયા, કિરણ વિનોદ વાણીયા, ખેંગાર પ્રવીણ વાણીયા, પ્રવીણ મંગા વાણીયા, રમેશ નાથા વાણીયા, તથા રાજેશ નાથા વાણીયા નામના આઠ શખ્સો નાસી જતાં તેમની શોધખોળ હાથ ધરી હતી.

બારમો દરોડો ધ્રોલ તાલુકાના નથુ વડલા ગામે લાલભાઇ પરમારની વાડીની બાજુમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમાતા હોવાની બાતમીના આધારે સ્થાનીક પોલીસે રેઇડ દરમ્યાન નંદલાલ ચંદ્ર શંકર ઉપાધ્યાય, જયંતીલાલ ત્રિકમ પરમાર, જયંતી રતીલાલ ધુડકોટીયા, સંજય રમણીક ઉપાધ્યાય, નરેન્દ્રસિંહ ઘોઘુભા જાડેજા, દેવજી ઉર્ફે દેવરાજ અરજણ પરમાર, હિતેશ દેવજી કગથરા, રાણા ભુરા બાંભવા નામના આઠ શખ્સોને તીનપતીનો જુગાર રમતાં ઝડપી લીધા હતાં. અને રૂા.18,900ની રોકડ, રૂા.2000ની કિંમતના ચાર નંગ મોબાઇલ ફોન તથા રૂા.200ની કિંમતની હાથ બેટરી સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

તેરમો દરોડો મેઘપરના જાખરા ગામના ચોરા પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા સહદેવસિંહ ગોવુભા જાડેજા, સહદેવસિંહ દિલુભા ગોહિલ,સિધ્ધરાજસિંહ ભુપેન્દ્રસિંહ ચૌહાણ નામના ત્રણ શખ્સોને રૂા.12,340ની રોકડ સાથે તીનપતીનો જુગાર રમતાં ઝડપી લીધા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular