Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયબે વર્ષનો ટેક્સ નહીં ચુકવનારને આઇટી વિભાગ મોકલશે નોટિસ

બે વર્ષનો ટેક્સ નહીં ચુકવનારને આઇટી વિભાગ મોકલશે નોટિસ

- Advertisement -

આવકવેરા વિભાગ દ્વારા રીટર્ન અપડેટ કરવાની સ્કીમ દાખલ કર્યાના ચાર મહિનામાં 75000 કરદાતાઓએ રીટર્નમાં સુધારા કર્યા છે. સ્વૈચ્છિક પ્રોત્સાહન માટે બજેટમાં દાખલ કરાયેલી આ સ્કીમને વધુ લોકપ્રિય બનાવવા સરકાર આવનારા મહિનાઓમાં અભિયાન શરૂ કરાશે.

- Advertisement -

કરવેરા વિભાગના સુત્રોએ કહ્યું કે પાછલા બે વર્ષ દરમ્યાન અનેક કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી. ઇન્કમટેક્સ વિવિધ સ્ત્રોતમાંથી માહિતી એકત્રિત કરી લીધી છે. અને હવે આ તમામને નોટીસો મોકલવાની તૈયારી શરૂ કરાઈ છે. 1લી એપ્રિલથી લાગુ થયેલી અપડેટેડ રીટર્ન સ્કીમમાં કરદાતાઓને છેલ્લા બે વર્ષનાં રીટર્નમાં સુધારા કરવાની છુટ્ટ આપવામાં આવી છે.

બાર મહિનામાં અપડેટેડ રીટર્ન ફાઈલ થવાના સંજોગોમાં કરદાતાએ કુલ ટેક્સના 25 ટકા રકમ તથા વ્યાજ વધુ ચુકવવાના રહે છે જ્યારે 13 થી 14 મહિનામાં અપડેટેડ રીટર્ન માટે 50 ટકા વધુ ટેક્સ ચુકવવાનો થાય છે.
ઇન્કમટેક્સના રીપોર્ટ પ્રમાણે એપ્રિલથી જુલાઈ દરમ્યાન સ્વ-આકારણી ટેક્સ કલેકશન 275 ટકા વધીને 43500 કરોડ થયું છે. અપડેટેડ રીટર્ન સ્કીમ મામલે હજુ વ્યાપક અભિયાન શરુ થયુ ન હોવા છતાં અત્યાર સુધીમાં 65000 રીટર્ન અપડેટ થયા છે. હવે તુર્તમાં ઝુંબેશ શરુ કરાશે. સાથોસાથ ટેક્સ નહીં ચુકવનારા કરદાતાઓને પણ રીટર્ન અપડેટ કરવાની સલાહ અપાશે. તંત્ર દ્વારા વિવિધ સ્ત્રોતના આધારે છેલ્લા બે વર્ષમાં ફાઈલ થયેલા રીટર્નની ચકાસણી કરવામાં આવી જ રહી છે.

- Advertisement -

છેલ્લા બે વર્ષ દરમ્યાન ઓનલાઇન ગેમર્સ જેવા વર્ગોએ રીટર્ન ફાઈલ કર્યા ન હોવાનું માલુમ પડ્યું છે. છેલ્લા કેટલાંક વર્ષોમાં સ્પોર્ટસ, કાર્ડઝ વગેરેની ગેમ્સનું ચલણ ખૂબ વધી ગયું છે. આવકવેરા વિભાગના સિનીયર અધિકારીએ કહ્યું કે રીટર્ન ભરવાનું ચુકી ગયેલા કરદાતાઓને સ્વચ્છ સાબિત થવાની તક છે. જો કે, અપડેટેડ રીટર્નમાં વધારાની ખોટ દર્શાવવા અથવા રીફંડ કે કરમુક્તિનાં દાવા કરી નથી શકતા. બે વર્ષના કોરોનાકાળ બાદ વેપાર-ધંધા-વ્યવસાય નોર્મલ જેવા થઈ ગયા છે ત્યારે બે વર્ષના આ સમયગાળા દરમ્યાન ગુજરાતમાંથી ઈન્કમટેકસ રીટર્ન ભરનારા કરદાતાઓની સંખ્યામાં સરેરાશ 9 ટકાની વૃદ્ધિ થઈ છે.

ગુજરાતમાંથી 2019-20ના વર્ષમાં 73.37 લાખ રીટર્ન ફાઈલ થયા હતા તે 2021-22માં વધીને 80.72 લાખ થયા છે. 2020-21માં 6 ટકાનો અને 2021-22માં 3 ટકાનો વધારો થયો છે. આવકવેરા ખાતાના આંકડાકીય રિપોર્ટ અંતર્ગત નાણાકીય વર્ષમાં ગુજરાતમાંથી 70000 કરોડથી અધિકનો ઈન્કમટેકસ ચુકવાયો હતો. 74.5 લાખ વ્યક્તિગત કરદાતા હતા. 61482 કંપનીઓ તથા 2.31 લાખ પેઢીઓએ આવકવેરા રીટર્ન ફાઈલ કર્યા હતા. કંપનીઓના આયકર રીટર્નમાં 6.5 ટકા તથા પેઢીઓના રીટર્નમાં 3-3 ટકાની વૃદ્ધિ થઈ છે. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે વેપારધંધા કોરોનાની અસરમાંથી મુક્ત થયાનું અને આર્થિક પ્રવૃતિ ફરી ધમધમવા લાગી હોવાનું સુચવાય છે. કોરોનાકાળમાં ટેકસ કલેકશન તથા કરદાતાઓની સંખ્યા બન્ને ઘટયા હતા. આવકવેરા વિભાગના સૂત્રોએ કહ્યું કે દેશભરમાં 12 ટકા કરદાતાઓએ છેલ્લા બે દિવસમાં જ રીટર્ન ફાઈલ કર્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular