બિહારમાં નિતીશ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. આજે સવારે રાજભવનમાં યોજાયેલાં શપથ ગ્રહણ સમારોહમાં 31 મંત્રીઓએ શપથ લીધા છે. નીતિશકુમારની નવી કેબિનેટમાં આરજેડીના 16, જેડીયુના 11, કોંગ્રેસના 2, હમના એક અને એક અપક્ષ સભ્યનો સમાવેશ થાય છે. પાંચ-પાંચ સભ્યોની હરોળમાં મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. ભાજપ સાથે નાતો તોડયા બાદ બિહારમાં નીતિશકુમારે આરજેડી સાથે મળીને મહાગંઠન સરકાર બનાવી હતી. જેના મુખ્મયંત્રી તરીકે નીતિશકુમાર અને ઉપમુખ્યમંત્રી તરીકે તેજસ્વી યાદવે શપથ ગ્રહણ કર્યા હતા. નીતિશકુમારની સરકારમાં કુલ 7 પક્ષો સામેલ થયા છે. જે પૈકી લેફટ પાર્ટીએ સરકારને બહારથી સમર્થન જાહેર કર્યુ છે.