- Advertisement -
ખંભાળિયા તાલુકાના સલાયા ગામેથી ગઈકાલે સવારના સમયે એક માસુમ શિશુ મળી આવ્યું હતું. જીવિત હાલતમાં માસુમ બાળકને ત્યજી દેનારી માતા સામે સલાયા મરીન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
આ અંગેની વિગત મુજબ સલાયામાં આવેલા જસરાયા ચોક વિસ્તારમાં ગઈકાલે સોમવારે સવારે એક તાજુ જન્મેલું બાળક પડ્યું હોવાનું સ્થાનિકોને ધ્યાને આવતા આ અંગે સલાયા મરીન પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી સ્થાનિક પી.આઈ. અક્ષય પટેલ તથા સ્ટાફ આ સ્થળે દોડી ગયા હતા અને જીવિત હાલતમાં રહેલા આ નવજાત બાળકનો કબજો મેળવી તેને પ્રાથમિક સારવાર અપાવી હતી.
કોઈ સ્ત્રીએ પોતાનું પાપ છુપાવવા માટે આ માસુમ નવજાત શિશુને ત્યજી દીધું હોવાનું માની, આ અંગે સલાયાના એક મહિલાએ આ નવજાત શિશુના માતા સામે સલાયા મરીન પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે. જે સંદર્ભે પોલીસે આઈપીસી કલમ 317 મુજબ ગુનો નોંધી, પી.આઈ. અક્ષય પટેલ દ્વારા આ નવજાત શિશુના માતાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
- Advertisement -