રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત, ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજયકક્ષાના મંત્રી તથા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ આજે દેશના 75માં સ્વાતંત્ર્ય પર્વ નિમિતે કાલાવડમાં જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત ઘ્વજવંદન કરી પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
આઝાદીના અમૃત મહોતસ્વની ઉજવણી અંતર્ગત યોજાયેલા આ સ્વાતંત્ર્ય પર્વ સમારોહમાં જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, કલેકટર ડો. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ, પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ મંત્રી બ્રિજેશ મેરજાએ પરેડનું નિરિક્ષણ કર્યું હતું. જયારે જુદી-જુદી શાળાના છાત્રોએ સાંસ્કૃતીક કાર્યક્રમ રજૂ કર્યો હતો. ત્યારબાદ મંત્રીના હસ્તે જિલ્લામાં વિવિધ સિધ્ધીઓ મેળવનાર વ્યકિતઓ-સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે, મંત્રી બ્રિજેશ મેરજાએ સમગ્ર જામનગર જિલ્લાના લોકોને 75માં સ્વાતંત્ર્ય પર્વની શુભ્ચ્છા પાઠવી હતી.