દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસો થયા કોરોનાના નવા કેસો ઘટીને સાવ તળિયે આવી ગયા હતા. છેલ્લા કેટલાક દિવસ દરમિયાન જિલ્લામાં સદંતર શૂન્ય ફિગર વચ્ચે ગઈકાલે શુક્રવારે જિલ્લાના એકમાત્ર ભાણવડ તાલુકામાં જ નવા 11 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે અન્ય ત્રણ તાલુકાઓમાં એક પણ કેસ નોંધાયો નથી. આ વચ્ચે ભાણવડના ત્રણ, દ્વારકાના પાંચ અને ખંભાળિયાના એક મળી નવ દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. તહેવાર ટાંકણે જ ભાણવડમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળતા ચિંતાની લાગણી જોવા મળી હતી.