જામનગર જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન દરેડની તા.14 ઓગસ્ટના મતદાન પ્રક્રિયા યોજાશે. જેમાં પ્રગતિશીલ પેનલના 21 ઉમેદવારો મેદાનમાં છે.
તા.14 ઓગસ્ટના રોજ જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન દરેડના મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી કૌશલ્ય ભવન પ્લોટ નંબર 90 જીઆઈડીસી ફેસ-2 દરેડ ખાતે મતદાન યોજાશે. જેમાં પ્રગતિશીલ પેનલના 21 ઉમેદવારો મેદાનમાં છે. મતદાનમાં દરેક મતદાર 21 મત આપવા ફરજિયાત રહેશે.તેમજ કોઇ પણ યુનિટમાંથી કોઇ એક જ વ્યકિત મત આપી શકશે અને જો કોઇ વ્યકિત એક કરતા વધારે યુનિટ ધરાવતા હોય તો તથા તેમાં અધિકૃત પ્રતિનિધિ હોય તો એક સાથે એક કરતા વધારે યુનિટમાંથી મત આપી શકશે.
આ ચૂંટણીમાં પ્રગતિશીલ પેનલના ઉમેદવારોમાં દિનેશભાઇ ડાંગરિયા, આનંદભાઈ અડાલજા, વિશાલભાઈ લાલકીયા, અશ્ર્વિનભાઈ નંદાણિયા, દિનેશભાઈ નારિયા, વિનોદભાઈ પટેલ, રાજેશભાઈ ચોવટીયા, જીગ્નેશભાઈ વિરાણી, હરેશભાઈ રામાણી, મનસુખભાઈ ચૌહાણ, વિપુલભાઈ હરિયા, ભરતભાઈ ડાંગરિયા, તુલસીભાઈ મુંગરા, ગણપતલાલ લાહોટી, રમેશભાઇ વિરમગામા, કાંતિભાઈ લાઠીયા, ગોકળભાઈ રામાણી, પ્રવિણભાઈ તારપરા, જીતેન્દ્રભાઈ કમાણી, મેઘજીભાઈ પટોડિયા, હેમતભાઈ કનખરા ઉમેદવારો છે.