ઉત્તરાખંડે ઋષભ પંતને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી. પંત રાજ્યના યુવાનોને રમતગમત તરફ પ્રેરિત કરશે ઉત્તરાખંડ સરકારે રાજ્યના યુવાનોને રમતગમત અને જાહે ર આરોગ્ય માટે પ્રોત્સાહિત કરવા માટે ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર ઋષભ પંતને રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. ખુદ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. દિલ્હી માટે ક્રિકેટ રમનાર પંત ઉત્તરાખંડનો વતની છે અને તેને 24 વર્ષની ઉં મરે રાજ્યનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. આ જવાબદારી સોંપવા બદલ પંતે ઉત્તરાખંડના મુખ્યમંત્રીનો પણ આભાર માન્યો છે. અગાઉ 2021માં પણ પંતને રાજ્યનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો હતો. પંતે તેના વિશે ટ્વીટ કર્યું, ’મને આ તક આપવા બદલ પુષ્કરધામીજીનો આભાર, કોઈ શંકા નથી કે આ એક મહાન લાગણી છે અને એક મોટી જવાબદારી પણ છે. તમામ યુવાનોને મારો સંદેશ છે કે જ્યાં સુધી તમે તમારામાં વિશ્ર્વાસ રાખો અને તમારા લક્ષ્ય તરફ ધ્યાન કેન્દ્રિત કરો ત્યાં સુધી તમે કંઈપણ પ્રાપ્ત કરી શકો છો.યુવાનોને રમત-ગમત તરફ
પ્રેરિત કરશે