જામનગર જિલ્લાના પડાણા ગામના પાટીયા નજીક જોગવડ ગામમાં રહેતાં શિખ યુવાને તેના ઘરે કોઇ કારણોસર પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્યાકર્યાના બનાવમાં પોલીસે સ્થળ પર પહોંચી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના પડાણા પાટીયા નજીક આવેલા જોગવડ ગામમાં ઓરડીમાં રહેતાં અને મજૂરીકામ કરતા જતીંદરસિંગ મસાસિંગ બચનસિંગ (ઉ.વ.33) નામના યુવાને રક્ષાબંધનના રાત્રિના સમયે તેના ઘરે રૂમની છતમાં પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની રસપાલસિંગ દ્વારા જાણ કરાતા હેકો આઈ ડી જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના પરિવારજનોને જાણ કરી હતી અને યુવાને કયાં કારણોસર જિંદગી ટૂંકાવી તે અંગેની તપાસ પણ હાથ ધરી હતી.