Monday, December 23, 2024
Homeરાજ્યખંભાળિયા સહિત જિલ્લામાં પાંચ સ્થળોએ જુગાર દરોડામાં 21 ખેલૈયાઓ ઝડપાયા

ખંભાળિયા સહિત જિલ્લામાં પાંચ સ્થળોએ જુગાર દરોડામાં 21 ખેલૈયાઓ ઝડપાયા

- Advertisement -

ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં ગતરાત્રે સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન અત્રે શક્તિનગર વિસ્તારમાં વાછરાડાડાના મંદિર પાસે જાહેરમાં બેસી અને સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા પ્રવીણ રમેશ વડીયારા, રાકેશ રાજુ સોલંકી, જીતુ મનસુખ સોલંકી, રમેશ નાથા લાકડીયા, લખન રમુ ગોદડીયા અને અનિલ દિલીપ સોલંકી નામના છ શખ્સોને પોલીસે રૂપિયા 12,800 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના માલેતા ગામેથી સ્થાનિક પોલીસે રાજેશ દામજી જગતિયા, જયદીપસિંહ સુકુભા જાડેજા, યુસુફ દાઉદ ગજ, અનવર દાઉદ ગજ અને કુલદીપસિંહ સુખુભા જાડેજા નામના પાંચ શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ, રૂ. 10,350 રોકડા, પાંચ નંગ મોબાઈલ ફોન તથા એક મોટરસાયકલ મળી કુલ રૂપિયા 69,370 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત કલ્યાણપુરમાંથી ભરત વાલા મુછડીયા અને હસમુખ રણમલ કરમુર નામના બે શખ્સો રૂપિયા 6,040 ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા.

મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાંથી પોલીસે આશાભા જીમલભા માણેક, થોભણભા નાગશીભા સુમણીયા, રમેશભા હોથીભા માણેક, પ્રતાપભા ગગાભા કેર અને આલાભા ડુંગરભા સુમણીયા નામના પાંચ શખ્સોને રૂપિયા 6,360 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાંથી અકબર ઓસમાણ ગજર, શક્તિસિંહ જેઠુભા જેઠવા અને આશુબા બળુભા પરમારને પોલીસે રૂપિયા 3,170 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular