જામનગર શહેરમાં સેન્ટ આન્સ સ્કૂલ નજીક ગઈકાલે મોડી રાત્રે પુરપાટ ઝડપે આવી રહેલી મોટરકાર ડિવાઈડર સાથે અથડાઇ હતી. જેમાં ડિવાઈડર અને મોટરકારમાં નુકસાની પહોંચી હતી. આ અકસ્માત બાદ કારચાલક કાર મૂકી નાશી જતાં પોલીસ દ્વારા કારચાલકની શોધખોળ હાથ ધરી હતી. આ ઘટનામાં કોઇ જાનહાની થઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે. મોડી રાત્રીના બનાવ હોય ટ્રાફિક વ્યવહાર ઓછો હોય જેના કારણે મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી. આ અકસ્માતથી ડિવાઈડર પણ તૂટી જવા પામ્યા હતાં.