વિદેશથી આવતા યાત્રીઓને ‘સુવિધા’ પોર્ટલ પર કોવિડ રસીનું સર્ટીફીકેટ કે આરટી-પીસીઆરનો નેગેટીવ રિપોર્ટ અપલોડ કરવાની અનિવાર્યતાથી છૂટ મળી શકે છે. સરકાર આ જોગવાઈને હટાવવા પર ગંભીરતાથી વિચારી રહી છે. આ પોર્ટલ પર ઓનલાઈન સેલ્ફ ડેકલેશન ફોર્મ ભરવાની અનિવાર્યતા આગળ પણ ચાલુ રહેશે. સૂત્રો અનુસાર આંતર રાષ્ટ્રીય યાત્રી સમયાંતરે પોર્ટલના કામ ન કરવાની ફરિયાદ કરતા રહ્યા છે. રસીકરણ અને રિપોર્ટ અપલોડ કરવાની અનિવાર્યતાથી તેમને રાહત મળશે.