જામનગર શહેરના છેલ્લા કેટલાક સમયથી હાહાકાર મચાવી રહેલાં લમ્પિ રોગચાળો સેંકડો પશુઓને ભરખી ગયો છે. ત્યારે લમ્પિ રોગચાળાને કાબુમાં લેવા તેમજ રોગચાળાનો ભોગ બનેલાં પશુઓના મૃતદેહનો યોગ્ય નિકાલ કરવામાં નિષ્ફળ જામનગર મહાપાલિકાના તંત્ર વાહકો અને સત્તાધિશોની સંવેદનહિનતા સામે વિપક્ષી કોર્પોરેટર રચના નંદાણીયાએ આજે જામ્યુકોની સામાન્ય સભામાં સંવેદનશીલ વિરોધ દર્શાવ્યો હતો. સામાન્ય સભા શરૂ થાય તે પહેલાં લમ્પિગ્રસ્ત ગાયના ગેટઅપમાં હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે સભાસ્થળે આવેલાં વિપક્ષી કોર્પોરેટરોએ અનોખા વિરોધ સાથે સતાધિશોને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ આ મુદે સરકાર, મીડિયા તેમજ શહેરીજનોનું ધ્યાન આકર્ષિત કરવા પ્રયાસ કર્યો હતો.