Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામજોધપુરના વાંસજાળિયા અને પરડવામાં ધોધમાર બે-બે ઈંચ વરસાદ

જામજોધપુરના વાંસજાળિયા અને પરડવામાં ધોધમાર બે-બે ઈંચ વરસાદ

ભાણવડમાં વીજળીના કડાકા-ભડાકા સાથે એક ઈંચ પાણી વરસ્યું : લાલપુરમાં સવા અને જામજોધપુરમાં એક ઈંચ વરસાદ : જામનગર શહેરમાં જોરદાર ઝાપટું

- Advertisement -

જામનગર જિલ્લામાં મેઘસવારી અવિરત રહી હતી. જ્યારે જામજોધપુરના વાંસજાળિયા અને પરડવામાં ધોધમાર બે-બે ઈંચ વરસાદ વરસ્યો હતો અને લાલપુરમાં સવા અને જામજોધપુરમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. જામનગર શહેરમાં જોરદાર ઝાપટું પડયું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં ગત રાત્રિના વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ તોફાની ઈનિંગમાં એક ઈંચ પાણી વરસાવ્યું હતું.

- Advertisement -

રાજ્યમાં ફરી હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે છેલ્લાં 24 કલાક દરમિયાન હાલારમાં સામાન્ય ઝાપટાંથી બે ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. જેમાં જામજોધપુર તાલુકાના વાંસજાળિયા અને પરડવામાં ધોધમાર બે ઈંચ વરસાદ વરસ્યો હતો. તેમજ લાલપુરમાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે જામવાડી, ખરેડીમાં સવા-સવા ઈંચ અને જામજોધપુર તથા મોટા ખડબામાં એક-એક ઈંચ પાણી વરસ્યું હતું તથા લાલપુરના ભણગોર, કાલાવડના નવાગામ, નિકાવા, જામજોધપુરના ધૂનડા અને ધ્રાફામાં અડધો-અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો તેમજ મોટા વડાળા, ભ.બેરાજા, મોટા પાંચદેવડા, પીપરટોડામાં જોરદાર ઝાપટા વરસ્યા હતાં.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત રાત્રે મેઘરાજાનો પુન: મુકામ રહ્યો હતો. ગઈકાલે મંગળવારે રાત્રે દસેક વાગ્યાથી ભાણવડ પંથકમાં ભારે ઝાપટા રૂપે એક ઈંચ (27 મીલીમીટર) પાણી પડી ગયું હતું. આ જ રીતે ખંભાળિયા તથા કલ્યાણપુર તાલુકામાં પણ મોડી રાત્રે એક-એક ઇંચ વરસાદ પડી ગયો હતો.

- Advertisement -

આ સાથે મોસમનો કુલ વરસાદ ખંભાળિયા તાલુકામાં સાડા 39 ઈંચ (983 મી.મી.), દ્વારકા તાલુકામાં 28 ઈંચ (692 મી.મી.), કલ્યાણપુર તાલુકામાં સાડા 27 ઈંચ (681 મી.મી.) અને ભાણવડ તાલુકામાં 18 ઈંચ (443 મી.મી.) નોંધાયો છે. જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 98 ટકા વરસી ગયો છે. હવામાન વિભાગ દ્વારા આજરોજ બુધવાર તથા આવતીકાલે ગુરુવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના અનુસંધાને તંત્ર એલર્ટ બની રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular