- Advertisement -
ખંભાળિયાના પાદરમાં બિરાજતા પુરા પ્રસિદ્ધ શ્રી ખામનાથ મહાદેવના મંદિરે પવિત્ર શ્રાવણ માસમાં યોજાતી ઘી ની ભવ્ય મહાભુજા વિશ્વભરમાં પ્રખ્યાત છે. ઘી નદીના કિનારે બિરાજતા શ્રી ખામનાથ મહાદેવના મંદિરે દર શ્રાવણ માસમાં ઘી ની મહાપૂજાના દર્શન યોજવામાં આવે છે.
ગત તારીખ 1 ના રોજ ગણપતિ પૂજા તથા તા. આઠમીના રોજ કાશી વિશ્વનાથની પૂજાના સુંદર દર્શન યોજાયા હતા. હવે આવતીકાલે શુક્રવારથી તારીખ 27 ઓગસ્ટ સુધી જુદા જુદા દસ પૂજાના દર્શન યોજવામાં આવ્યા છે.
જે અંતર્ગત આવતીકાલે ગુરૂવાર તારીખ 11 મીના રોજ શિવ વિવાહ શુક્રવાર તારીખ 12 મી ના રોજ પૂનમના શિવ પરિવારના દર્શન તારીખ, 15 ના રોજ શ્રી ગંગા અવતરણ, તારીખ 17 ના રોજ શેષ સૈયા, તા. 18 ના રોજ પંચમુખી મહાદેવના દર્શન, તા. 19 મીના રોજ શ્રીકૃષ્ણ જન્મ, તા. 20 મી ના રોજ કૃષ્ણ દર્શન, તારીખ 21 રોજ શંકર ભીલડી દર્શન, તારીખ 22 મીના રોજ કૈલાશ પર્વત તથા તારીખ 27 મીના રોજ અમાસ ના દિને માર્કન્ડેય ઋષિની પૂજા સાથે આ મહાપૂજા મહોત્સવ સંપન્ન થશે.
અહીં સુંદર દ્રશ્યો તાદૃશ્ય કરતા આ ઘીની મહાપૂજાના દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડે છે. આવતીકાલે ગુરુવારથી અમાસ સુધી યોજાતા આ દર્શનોનો લાભ લેવા મંદિરના પૂજારી તથા ટ્રસ્ટીઓ દ્વારા ધર્મપ્રેમી જનતાને અપીલ કરવામાં આવી છે.
- Advertisement -