રક્ષાબંધન પર્વ પૂર્વે દ્વારકા તાલુકા ભાજપા મહિલા મોરચા દ્વારા રક્ષાબંધન પર્વની પોલીસ અધિકારીઓ સાથે ઊજવણી કરવામાં આવી હતી. તેમા મુખ્ય મહેમાન મીઠાપુર પી.આઇ.ગઢવી તેમજ પોલીસ સ્ટાફ હોમ ગાર્ડ સ્ટાફ તેમજ જી.આર.ડી.સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. દ્વારકા તાલુકા મહિલા મોરચાના પ્રમુખ અનિતાબેન કાપડી દ્વારા આયોજીત રક્ષાબંધનની ઉજવણીમાં તાલુકા મહિલા મોરચાના બહેનો તેમજ મીનાબેન મારુ, ગીતાબેન ભરડવા, સિલ્પાબેન માળી, ધનબાઈ બેન માણેક, ઉજીબેન રાઠોડ, સહિતના બહેનોએ રાખડી બાંધીને ભાઈઓ ની લાંબી ઉંમરને સફળતા માટે ભગવાન પાસે ભાઈઓની રક્ષા કરે તેવી પ્રાર્થના કરી હતી.