જામનગરમાં સુભાષ શાક માર્કેટ, દરબારગઢ વિસ્તારમાં મુકેશકુમાર ગોકલદાસ એન્ડ કાુ.ના નામથી ગોકલદાસ હરદાસમલ લાલવાણી ફ્રૂટ, આલુ વગેરેનો ધંધો કરે છે. તેમની પાસેથી રાજેશ શ્યામલ નાગપાલ દ્વારા ખારેક, આલુ, એપલની ખરીદી કરી હતી. તેની બાકી લેણી નિકળતી રકમ રૂા. 7,20,180ની ચૂકવણી માટે રાજેશ શ્યામલ નાગપાલ દ્વારા ધી કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લિ.નો ચેક આપ્યો હતો. જે ચેક ગોકલદાસ લાલવાણીએ પોતાના બેંક ખાતામાં ભરતા નાણાના અભાવે પરત ફરતાં ફરિયાદી દ્વારા જામનગરની અદાલતમાં ધી નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 મુજબનો કેસ દાખલ કર્યો હતો. જે કેસ જામનગર એડી. ચીફ જ્યુ. મેજી. સી.કે. પીપલીયાની અદાલતમાં ચાલી જતાં અદાલત દ્વારા આરોપી રાજેશ શ્યામલ નાગપાલને એક વર્ષથી સાદી કેદની સજા તથા રૂા. 7,20,184નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ સંજય સી. દાઉદીયા તથા ભાવિકાબેન પી. જોશી રોકાયા હતાં.