મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર મહોરમ અનુસંધાને જામનગર શહેરમાં ભાઈચારો જળવાઈ રહે અને તહેવારોની ઉજવણી ધાર્મિકતા સાથે થઈ શકે તેવા ઉમદા ઉદ્દેશથી મુસ્લિમ સમાજના આગેવાનો હાજી કાદરબાપુ જુણેજા (પ્રમુખ, જામનગર શહેર સંધી મુસ્લિમ સમાજ) એમ. કે. બ્લોચ (પૂર્વ કાનૂનમંત્રી, ગુજરાત સરકાર), જુસબભાઈ (જે. કે.), (પ્રમુખ, પટ્ટણી સમાજ), અસલમભાઇ ખીલજી (કોર્પોરેટર અને પૂર્વ વિરોધ પક્ષ નેતા), હાજી રિઝવાન જુણેજા, એડવોકેટ સલીમભાઈ બ્લોચ સહીતના અગ્રણીઓએ જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુની શુભેચ્છા મુલાકાત લીધી હતી.