ફેડરલ બેંક એમ્પ્લોઇઝ યુનિયન (એફબીઇયુ)ના વાઇસ પ્રેસિડેન્ટ સુમિથ નામબિયારને ડિસમીસ કરવાનો ગઇકાલે ફેડરલ બેંકના કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સમગ્ર દેશની સાથે જામનગરની ફેડરલ બેંકની જોગસ પાર્ક નજીકની શાખાના કર્મચારીઓ દ્વારા કચેરીનું કામ પૂર્ણ થયા બાદ બેંકની બહાર સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતાં. આ તકે ઓલ ઇન્ડિયા બેંક વર્કસ યુનિયનના પ્રમુખ કુલિનભાઇ ધોળકિયા પણ જોડાયા હતાં.