સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે. આગામી તારીખ 13,14,15 ઓગસ્ટના રોજ હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી થશે. ત્યારે દેવભુમી દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોટા ગુંદાની વાત્સલ્ય વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના 500 જેટલાં બાળકોએ મોટા ગુંદા ગામમાં તિરંગા યાત્રા યોજી રાષ્ટ્રપ્રેમ વ્યકત કર્યો હતો.