ઉપરવાસના વરસાદને કારણે જામનગર શહેર માટે પાણીના મુખ્ય સ્ત્રોત એવા રણજીતસાગર જળાશયની સપાટીમાં છેલ્લા 3 દિવસમાં પોણો ફૂટનો વધારો નોંધાયો છે. શુક્રવારે રણજીતસાગર ડેમમાં પાણીની સપાટી 20 ફૂટ 10 ઇંચ હતી. જે સોમવારે સવારે વધીને 21 ફૂટ 6 ઇંચે પહોચી છે. આમ છેલ્લા 3 દિવસમાં ડેમની સપાટીમાં 8 ઇંચનો વધારો નોંધાયો છે. છેલ્લા 3 દિવસથી જામનગર જિલ્લામાં છુટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રણજીતસાગર ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસેલા વરસાદને કારણે આ નવા પાણીની આવક થવા પામી છે.