Monday, December 23, 2024
Homeરાજ્યદ્વારકા જિલ્લામાં પાંચ સ્થળોએ જુગાર દરોડામાં આઠ મહિલાઓ સહિત 38 પતાપ્રેમીઓ ઝડપાયા

દ્વારકા જિલ્લામાં પાંચ સ્થળોએ જુગાર દરોડામાં આઠ મહિલાઓ સહિત 38 પતાપ્રેમીઓ ઝડપાયા

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે રવિવારે જુદા જુદા સ્થળોએ સ્થાનિક પોલીસ દ્વારા જુગાર દરોડા અંગેની કરવામાં આવેલી કાર્યવાહીમાં 8 મહિલાઓ તથા 32 પુરુષોને જુગાર રમતા ઝડપી લીધા હતા. જ્યારે એક શખ્સ નાસી છૂટવામાં સફળ થયો હતો.

- Advertisement -

ખંભાળિયા તાલુકાના સોડસલા ગામે મધરાત્રિના આશરે ત્રણ વાગ્યાના સમયે સલાયા મરીન પોલીસે સોડસલા ગામના ભીખા દાના પરમાર નામના શખ્સ દ્વારા તેના રહેણાંક મકાનમાં ચલાવતા જુગારના અખાડામાંથી ભીખા દાના પરમાર, ધના રામા રાઠોડ, ચના ભીખા રાઠોડ, જેન્તી સોમા ચાવડા અને ડાયા રણમલ પરમાર નામના પાંચ શખ્સોને રૂા.10,200 ની રોકડ તથા ત્રણ નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂા.17,200 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ દરોડા દરમ્યાન કુબેર વિસોત્રીનો ખેંગાર બુધા મકવાણા નામનો શખ્સ નાસી છૂટ્યો હતો.

ખંભાળિયા તાલુકાના સોનારડી ગામેથી આવેલા એક મંદિર પાસે ઝાડની નીચે બેસીને રાત્રિના એકાદ વાગ્યાના સમયે ગંજીપતા વડે જુગાર રમી રહેલા ચેતન રણછોડ કાપડી, કાલિદાસ શંકર હરિયાણી, અંકિત ભીખારામ દુધરેજીયા, પ્રવીણ દ્વારકાદાસ કાપડી, દીક્ષિત ચેતન કાપડી, પ્રવીણ ગુલાબદાસ ગોંડલીયા અને કરણસિંહ સદુભા જાડેજા નામના સાત શખ્સોને રૂા.11,640 રોકડા, બે મોબાઈલ ફોન તથા એક મોટરસાયકલ મળી, કુલ રૂા. 54,640 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -

ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે ચઢતા પહોરે સ્થાનિક પોલીસ જૂગાર દરોડો પાડી, એક મંદિર પાસેથી મેપા કરસન ચાવડા, ગોકળ ઘેલા ચાવડા, લાખા રાજા ચાવડા, ભલા ઘેલા ચાવડા, ફોગા આલા ભરવાડ, પુંજા રામા ચાવડા, રામ રતા લાંબરીયા, ભીખા આલા ભરવાડ, સુરેશ રાણા લાંબરીયા, રામા રવા ચાવડા, સુરેશ રાણા લાંબરીયા, દેવશી રાજા ચાવડા અને સૈધા પુંજા ચાવડા નામના નવ શખ્સોને રૂા. 11,000 ની રોકડ રકમ તથા નવ નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂા. 40,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

કલ્યાણપુર તાલુકાના ગાગા ગામેથી પોલીસે કાના ધાના ચાવડા, ગોગન કારા લગારીયા, લગધીર નેભા લગારીયા, પરબત દેશુર કરંગીયા, સવદાસ રામા ચાવડા અને નારણ કાનજી પરમારને રૂા. 11,340 ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા હતા. કલ્યાણપુર તાબેના ભાટીયા ગામે ગંજીપતા વડે જુગાર રમી રહેલા આઠ મહિલાઓને ઝડપી લઇ, કુલ રૂા. 12,660 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular