Monday, December 23, 2024
Homeરાજ્યભાણવડના યુવાન પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી

ભાણવડના યુવાન પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી

- Advertisement -

ભાણવડ તાલુકાના ચોખંડા ગામે રહેતા ભરતભાઈ ડાડુભાઈ ભાટુ નામના 26 વર્ષના યુવાનને આ જ ગામના મારખી દેવરખી ગોજીયા નામના શખ્સે બિભત્સ ગાળો કાઢી, લાકડાના ધોકા વડે માર મારી, ફ્રેક્ચર કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

- Advertisement -

ફરિયાદી ભરતભાઈના પ્રોવિઝન સ્ટોર પાસે એક છોટાહાથી વાહન માલ સામાન ઉતારતું હતું ત્યારે આ વાહન રાખવા બાબતે બોલાચાલી થતા ઉશ્કેરાઈ ગયેલા મારખી ગોજીયાએ હુમલો કર્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ બનાવવા અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 323, 325, 504, 506 (2) તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular