Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયરાજયના 190 તાલુકાઓમાં મેઘવૃષ્ટિ

રાજયના 190 તાલુકાઓમાં મેઘવૃષ્ટિ

સૌથી વધુ વઢવાણમાં પાંચ અને ધ્રાંગધ્રામાં 4 ઇંચ વરસાદ : સમયસરના વરસાદથી મોલાતને ફાયદો : હજુ 4 દી’ રહેશે વરસાદી માહોલ

- Advertisement -

ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાન વિભાગ દ્વારા મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સમગ્ર રાજ્યમાં મેઘકૃપા જારી રહી છે. અને છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-ગુજરાતના 190 તાલુકામાં અડધોથી પાંચ ઇંચ જેટલો વરસાદ નોધાયો છે. ખાસ કરીને સુરેન્દ્રનગર, બોટાદ, ગિર સોમનાથ, સુરત, મહેસાણા જિલ્લામાં ખુબ સારો વરસાદ થવા પામ્યો છે.

- Advertisement -

મળતી વધુ વિગતો મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાનાં વઢવાણમાં પાંચ ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ ખાબકી ગયો છે જેના કારણે વઢવાણમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામી હતી. આ ઉપરાંત સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ પડી જવા પામ્યો હતો. લીંબડીમાં અઢી, ચુડામાં બે, મૂળીમાં દોઢ, દસાડામાં દોઢ, સાયલામાં એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના બોટાદ ખાતે પણ છેલ્લા 24 કલાક દરમિયાન સાડા ત્રણ ઇંચ, ગઢડામાં સાડા ત્રણ ઇંચ, રાણપુરમાં બે ઇંચ, બરવાળામાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડી જવા પામ્યો હતો. જ્યારે ગિર સોમનાથના ઉના ખાતે સાડા ત્રણ ઇંચ, ગિરગઢડામાં બે ઇંચ, સુત્રાપાડામાં બે ઇંચ, કોડીનારમાં એક ઇંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાક દરમિયાન પડી જવા પામ્યો હતો. આ ઉપરાંત સુરત ખાતે પણ છેલ્લા 24 કલાક દરમિયાન ધોધમાર ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. સુરતના પલસાણામાં પણ દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે ખેડાના મહુધા ખાતે ત્રણ ઇંચ અને ભાવનગર જિલ્લાના મહુવામાં ત્રણ ઇંચ તેમજ ભાવનગરના જ વલ્લભીપુરમાં ત્રણ ઇંચ, ભાવનગરના સિહોર ખાતે દોઢ ઇંચ વરસાદ નોંધાવા પામ્યો હતો.

- Advertisement -

આ ઉપરાંત મહેસાણાના જોટાણા ખાતે અઢી ઇંચ, ખેડાના માતરમાં અઢી ઇંચ, ડાંગના સબુરીમાં અઢી ઇંચ તથા અમદાવાદના માંડલમાં અઢી ઇંચ વરસાદ છેલ્લા 24 કલાક દરમિયાન પડી ગયો હતો.

જ્યારે કચ્છના અંજાર ખાતે બે ઇંચ, ભુજમાં દોઢ ઇંચ, રાપર ખાતે એક ઇંચ વરસાદ નોંધાવા પામ્યો હતો. આ ઉપરાંત મહેસાણાના બેચરાજી ખાતે પણ બે ઇંચ તથા જામનગરના ધ્રોલમાં બે ઇંચ, જોડીયામાં દોઢ ઇંચ અને કાલાવડમાં અર્ધો ઇંચ વરસાદ નોંધાવા પામ્યો હતો. આ ઉપરાંત બનાસકાંઠાના ડેડોર ખાતે બે ઇંચ તથા મોરબીના હળવદમાં બે ઇંચ, ખેડાના કઠલાલ ખાતે દોઢ ઇંચ, સુરતના બારડોલીમાં બે ઇંચ, નવસારીના જલાલપોરમાં બે ઇંચ જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી શહેરમાં દોઢ ઇંચ, જાફરાબાદમાં એક અને સાવરકુંડલામાં પણ એક ઇંચ વરસાદ નોંધાવા પામ્યો હતો. આ ઉપરાંત સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાના માળીયા મિયાણામાં પણ દોઢ ઇંચ, ટંકારામાં એક ઇંચ વરસાદ પડવા પામ્યો હતો જ્યારે ગુજરાતમાં ખેડા ખાતે દોઢ ઇંચ તથા તાપીના ઉછલાલ દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular