જોડિયા તાલુકાના પીઠડ ગામની સીમમાં વાડી વિસ્તારમાં રહેતો તરૂણ પાણીની મોટર ચાલુ કરવા ગયો ત્યારે સાંપ કરડી જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જોડિયા તાલુકાના પીઠડ ગામની સીમમાં વાડી વિસ્તારમાં બાબુભાઈ કાસુન્દ્રાના ખેતરમાં મજૂરીકામ કરતા મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જાંબટ ગામના અશોક વેરશીભાઈ મસાણિયા (ઉ.વ.15) નામનો તરૂણ ગત તા.27 ના રોજ સવારના સમયે ખેતરમાં પાણીની મોટર ચાલુ કરવા ગયો ત્યારે પગમાં ઝેરી સાંપ કરડી જતાં અશોકને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું શુક્રવારે સવારના સમયે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના ભાઇ રાહુલ વેરશીભાઈ દ્વારા જાણ કરાતા જાણ કરાતા હેકો એમ.ડી.સિયાર તથા સ્ટાફે હોસ્પિટલ જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.