પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા રાજયના 55 બિનહથિયાર ધારી પીઆઇની બદલીના ઓર્ડરો કરવામાં આવ્યા છે. જેમાં જામનગર તથા દ્વારકાના બે પીઆઇની બદલી કરવામાં આવી છે.
રાજયમાં બિન હથિયારી પીઆઇની બદલીનો ગંજીપો ઝીંકાયો છે. ગુજરાત રાજય હેડ ઓફ પોલીસ ફોર્સના ડીજી અને આજી આશિષ ભાટિયા દ્વારા રાજયના પપ જેટલા બિનહથિયારી પીઆઇની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. જેમાં જામનગરના એમ.એન. સાટીની જૂનાગઢ બદલી કરવામાં આવી છે. તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જી.આર. ગઢવીની અમદાવાદ શહેર ખાતે બદલી કરવામાં આવી છે.