Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીય8મા પગાર પંચની ના

8મા પગાર પંચની ના

નાણાં રાજયમંત્રીની સ્પષ્ટતા સરકાર પાસે હાલ આવી કોઇ દરખાસ્ત નથી

- Advertisement -

ઘણા સમયથી 8મા પગાર પંચ માટે ચર્ચાઓ ચાલી રહી છે. તેમના વિશે દરરોજ મીડિયા રિપોટ્ર્સ આવતા રહે છે, પરંતુ તે લાગુ થશે કે નહીં તે અંગે શંકા હતી. પરંતુ હવે આ મામલે મોદી સરકાર તરફથી એક નવું અપડેટ આવ્યું છે. જેમાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે આઠમું પગાર પંચ આવવાનું નથી. મીડિયા રિપોટ્ર્સ અનુસાર, કેન્દ્ર સરકાર દ્વારા આવા કોઈપણ દાવાને પાયાવિહોણા હોવાનું કહેવામાં આવ્યું છે, જેમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર, ભથ્થા અને પેન્શનમાં સુધારો કરવા માટે 8મી. કેન્દ્રીય પગાર પંચ લાવવાની વાત કરવામાં આવી છે. કેન્દ્રીય નાણા રાજય મંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં એક પ્રશ્ર્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે આવી કોઈ દરખાસ્ત સરકાર પાસે વિચારણા હેઠળ નથી. મીડિયા રિપોટ્ર્સ અનુસાર, નાણા રાજય મંત્રી પંકજ ચૌધરીને પૂછવામાં આવ્યું કે શું એ વાત સાચી છે કે સરકાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર, ભથ્થા અને પેન્શનમાં સુધારો કરવા માટે 8મા પગાર પંચ લાગુ કરવા પર વિચાર કરી રહી છે. તેના પર સરકાર તરફથી કહેવામાં આવ્યું કે તે આવવાનું નથી. કેન્દ્રીય નાણા રાજય મંત્રીએ કહ્યું કે એવું સૂચન કરવામાં આવ્યું છે કે સમયાંતરે પે મેટ્રિક્સમાં ફેરફાર થવો જોઈએ અને આ માટે આગામી પગાર પંચની જરૂર નથી. આવી સ્થિતિમાં, એક્રોયડ ફોમ્ર્યુલાના આધારે તેની સમીક્ષા કરી શકાય છે અને તેમાં સુધારો કરી શકાય છે, જે સામાન્ય માણસ માટે જરૂરી વસ્તુઓની કિંમતોને ધ્યાનમાં રાખીને ફેરફાર કરી શકે છે.વધતી જતી મોંઘવારીને કારણે એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે ઓગસ્ટની શરૂઆતમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો 126 અને 12ર માં 4 ટકા સુધીનો વધારો કરી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular