Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરધ્રોલ નજીક ડીકમ્પોઝ થયેલા કેમિકલ ભરેલા બેરલો જાહેરમાં ફેંકી દેવાયા

ધ્રોલ નજીક ડીકમ્પોઝ થયેલા કેમિકલ ભરેલા બેરલો જાહેરમાં ફેંકી દેવાયા

રાજકોટ સ્થિત કંપનીના સંચાલક અને ડ્રાઈવર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ: 200 લીટરના સાત બેરલોનો નિકાલ કરાયો

- Advertisement -

ધ્રોલ ગામ નજીક જાયવા તરફ જવાના માર્ગ પર અને સણોસરા તરફ જવાના માર્ગ પર બે સ્થળોએ રાજકોટ સ્થિત કંપનીના સંચાલક દ્વારા ડીકમ્પોઝ થઈ ગયેલા જ્વલનશીલ કેમીકલ ભરેલા બેરલોને જાહેરમાં ફેંકી દઈ નિકાલ કરાવાના પ્રકરણમાં પર્યાવરણ અધિકારી એ કંપનીના સંચાલક સહિત બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના સરમરિયા દાદાના મંદિરથી જાયવા ગામ તરફ જવાના માર્ગે કોઇ અજાણ્યા શખ્સો દ્વારા ડીકમ્પોઝ થઈ ગયેલા જલદ કેમિકલ્સના 200-200 લીટરના પાંચ બેરેલો જાહેરમાં ફેકી દઇ પર્યાવરણને નુકસાન પહોંચાડે તેવું કૃત્ય આચરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વાગુદડ ગામ તરફથી જાયવા ગામ તરફ જવાના રસ્તે બે બેરલો ફેંકી દેવાયા હતાં અને જાહેરમાં પસાર થતા માણસોની તથા માલ ઢોરની અવર જવર હોય તેવા વિસ્તારમાં ફેંકી દઇ પર્યાવરણ તેમજ જાનમાલને નુકસાન થાય તેવું બેદરકારી ભર્યુ કૃત્યુ આચરવામાં આવ્યું હતું. ઉંડાણપૂર્વકની તપાસ કરતાં કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામ પાસે આવેલી પ્રેરણા લાઇફ સાયન્સ નામની કંપની દ્વારા આ કેમિકલનો નિકાલ કરવા માટેની કાર્યવાહીમાં પર્યાવરણ વિભાગના અધિકારી કલ્પનાબેન પરમારની ફરિયાદના આધારે પીએસઆઈ એમ.આર. સવસેટા તથા સ્ટાફે કેમિકલ કં5નીના માલિક રાજકોટમાં રહેતાં કાંતિભાઈ ગોપાલભાઈ સાવલિયા, તેમજ વિજાપુરના વાહનના માલિક કેતનભાઈ સામે પર્યાવરણ સુરક્ષા અધિનિયમ મુજબ ગુનો નોંધ્યો છે. ઉપરાંત તમામ બેરલોને ફરીથી જાહેર સ્થળેથી ઉપડાવી લઇ કંપનીમાં પરત મોકલાવી દેવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular