ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે રમાયેલી ત્રીજી ટી-20 મેચ ખૂબ જ શાનદાર રહી હતી. ટીમ ઈન્ડિયાએ વેસ્ટઈન્ડિઝને 7 વિકેટથી હરાવ્યું હતું. આ સાથે જ 5 મેચની સીરિઝમાં ભારત હવે 2-1થી આગળ છે. ભારતીય બેટ્સમેન અને બોલર્સે આ વખતે ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે. પહેલા મુકાબલામાં ભારતે 68 રનથી વિજય મેળવ્યો હતો. જ્યારે બીજા મુકાબલામાં ભારતે 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્રીજા મુકાબલામાં વેસ્ટઈન્ડિઝે પહેલા બેટિંગ કરીને 5 વિકેટના નુકસાન પર 164 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ 3 વિકેટ ગુમાવીને 19મી ઓવરમાં આ લક્ષ્ય હાંસલ કર્યું હતું. આ વખતે સૂર્યકુમાર યાદવ અને ઋષભ પંત ટીમ ઈન્ડિયા માટે શાનદાર ઈનિંગ રમ્યા હતા. સૂર્યા આ વખતે પણ રોહિત સાથે ઓપનિંગમાં ઉતર્યા હતા અને તેમણે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
રોહિત શર્માએ આ વખતે ટોસ જીતીને વેસ્ટઈન્ડિઝને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. રોહિતનો આ નિર્ણય શરૂઆતમાં ખોટો રહ્યો કારણ કે, વિન્ડિઝના ઓપનર બ્રેંડન કિંગ તથા કાઈલ મેયર્સે પહેલી વિકેટ માટે 57 રન કરી દીધા. કિંગે 20 રન બનાવ્યા તથા કાઈલ મેયર્સે 73 રન બનાવ્યા. ત્યાર બાદ કોઈ પણ બેટ્સમેન મોટી ઈનિંગ ન રમી શક્યો. કેપ્ટન પૂરન 22 રનની ઈનિંગ રમ્યો. રોવમૈન પોવેલે ટીમ માટે 23 અને શિમરોન હેટમાયરે 20 રન બનાવ્યા હતા. તે બંનેની નાની પરંતુ મહત્વની ઈનિંગના કારણે જ વેસ્ટઈન્ડિઝ 164 રનનો ધમાકેદાર સ્કોર બનાવી શક્યું. ટીમ ઈન્ડિયા તરફથી ભુવનેશ્ર્વર કુમારે 2 વિકેટ મેળવી, જ્યારે અર્શદીપ અને હાર્દિક પાંડ્યાને 1-1 વિકેટ મળી હતી.સાત વિકેટથી મેચ જીતી ભારત શ્રેણીમાં ર-1 આગળ