જામનગર શહેરમાં ગઇકાલે રવિવારે સવારના સમયે રણજીત રોડ પર આવેલ પંજાબ બેંકની બાજુમાં ખાડામાં ગાય પડી ગઇ હતી. આ બનાવ અંગે સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આથી જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતાં અને ગાયને દોરડા વડે બાંધી સહીસલામત રીતે બહાર કાઢી હતી. આ ઘટનાના પગલે વિસ્તારના ટોળા એકઠા થઇ ગયા હતાં.