Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીય5,000 કરોડનું બંગાળનું શિક્ષક ભર્તી કૌભાંડ

5,000 કરોડનું બંગાળનું શિક્ષક ભર્તી કૌભાંડ

પશ્ચિમ બંગાળના પૂર્વ શિક્ષણમંત્રી પાર્થ ચેટરજી અને તેમની નજીકની અર્પિતાને સંડોવતા શિક્ષણ કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા થઇ રહયા છે. અર્પિતાના ફલેટમાંથી કરોડોની રોકડ પકડાઇ છે તે તો પાશેરામાં પહેલી પૂણી છે. આ સમગ્ર કૌભાંડ 5 હજાર કરોડનું હોવાની ઇડીને શંકા છે. આ કૌભાંડના તાર અન્ય નેતાઓ અને અમલદારો સાથે પણ જોડાયેલા છે. આજકાલ અર્પિતાની બે લકઝરીયસ કાર ગૂમ થવાનું ચર્ચામાં છે. આ કાર પાર્થ ચેટરજી તરફથી ભેટમાં મળી હોવાનું માનવામાં આવે છે. આ બંને કાર ખરીદવામાં આવી પરંતુ તેની ડિલીવરી થાય એ પહેલા જ કૌભાંડ બહાર આવી ગયું હતું. ઇડીએ એવો પણ દાવો કર્યો છે કે પાર્થ અને અર્પિતા કારમાં બેસીને પાર્ટી કરતા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular