જામનગર શહેરના બેડી વિસ્તારમાં પુત્રીના સાસરીઓને ઝઘડા બાબતે સમજાવવા જતાં વૃદ્ધા અને તેના પુત્ર ઉપર બે શખ્સોએ લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગરના બેડીમાં રહેતાં રોશનબેન હારુનભાઈ લોરુ (ઉ.વ.60) નામના વૃધ્ધાની પુત્રીના લગ્ન અનવર દાઉદ સમેજાના ભાઈ સાથે થયા હતાં. આ લગ્નજીવન દરમિયાન સાસરિયાઓ દ્વારા વૃધ્ધાની પુત્રી સાથે અવાર-નવાર ઝઘડો કરતા હોવાની શુક્રવારે બપોરના સમયે વૃદ્ધા સાસરિયાઓના સમજાવવા માટે ગયા હતાં. જ્યાં સાસરિયા અનવર દાઉદ સમેજા, સબીર દાઉદ સમેજા નામના બન્ને શખ્સોએ વૃદ્ધાને અપશબ્દો કહ્યા હતાં તે દરમિયાન વૃધ્ધાનો પુત્ર પણ ત્યાં આવતા બન્ને શખ્સોએ માતા-પુત્રને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા માતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા હેકો કે.કે. ગઢવી તથા સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.