મીઠાપુરથી હૈદરાબાદ તરફ જતાં ટ્રકના ચાલકે ફલ્લાની ગોલાઈમાં સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક ડીવાડઇર તોડી બસ સ્ટેન્ડમાં ઘુસી જતાં બસ સ્ટેન્ડ ભાંગીનો ભૂકકો થઈ ગયું હતું અને ટ્રકનો પણ ભૂકકો બોલી ગયો હતો. અકસ્માતમાં ચાલક સહિત બે વ્યકિતના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં.
જામનગર તાલુકાના ફલ્લા ગામની ગોલાઈમાં મીઠાપુરથી જીજે-12-બીટી-9330 નંબરના ટ્રકમાં સોડા ભરી કૂતરુમંડલ હૈદરાબાદ જતાં ટ્રકના ચાલક સિધ્ધરાજભા ગાંધાભા બઠીયા (ઉ.વ.20) નામના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક ડીવાઈડર તોડી સામેની સાઈડમાં આવેલા બસસ્ટેન્ડમાં ઘુસી જતાં ગમખ્વાર અકસ્માતમાં ચાલક સીધ્ધરાજભા અને કલીનર દેવીસીંગ ઉર્ફે જયદીપ નામના બે યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતાં.