Wednesday, January 1, 2025
Homeરાજ્યજામનગરજામ્યુકોની આઇસીડીએસ શાખામાં સીડીપીઓ અને ડીએમસીના ભ્રષ્ટાચારની મિલિભગત

જામ્યુકોની આઇસીડીએસ શાખામાં સીડીપીઓ અને ડીએમસીના ભ્રષ્ટાચારની મિલિભગત

ભરતી, નિમણુંક, મુદ્ત વધારાના કામ માટે લાખોનું ઉઘરાણું થતું હોવાનો વિપક્ષી કોર્પોરેટરનો આક્ષેપ : ભ્રષ્ટ અધિકારીઓને તાકિદે દૂર કરવા કમિશનરને રજૂઆત

- Advertisement -

જામનગર મહાપાલિકાની આઇસીડીએસ કચેરીમાં સીડીપીઓ તરીકે ફરજ બજાવતાં હર્ષાબેન જેઠવા અને ડીએમસી વસ્તાણીની મિલીભગતથી મસમોટુ નાણાકીય કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે વિપક્ષી કોર્પોરેટર રચના નંદાણિયાએ કમિશનરને રજૂઆત કરી છે. જેમાં આવા અધિકારીઓને તેમના હોદ્ા પરથી તાકિદે દૂર કરી તેમની સામે ફોજદારી ફરિયાદ કરવાની માગણી કરવામાં આવી છે.

- Advertisement -

જામ્યુકોમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે બે દિવસથી ધરણા પર બેસેલા વોર્ડ નં. 4ના વિપક્ષી કોર્પોરેટર રચના નંદાણિયાએ મ્યુ. કમિશનરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, જામ્યુકોના સીડીપીઓ હર્ષાબેન જેઠવા દ્વારા મસમોટુ નાણાકીય કૌભાંડ આચરવામાં આવ્યું છે. જેમને ડીએમસી વસ્તાણી છાવરી રહ્યાં છે. આ અધિકારી દ્વારા બબ્બે પગારનો નાણાકીય વહીવટ કરીને નિયમો નેવે મૂકી ગેરકાયદે ભરતી કરવામાં આવી છે. આ ભરતીમાં ઉમેદવારો પાસેથી પૈસા ઉઘરાવવામાં આવતાં હોવાનો આક્ષેપ પણ કરાયો છે. કર્લાક અને હિસાબનીસની જગ્યાઓની મુદ્ત પૂર્ણ થયા બાદ પણ તેમને ગેરકાયદેસર રીતે રાખીને નાણાકીય ઉચાપત્ત કરવામાં આવી છે. ઘાંચીવાડ આંગણવાડીની બહેનો પાસેથી ખાલી ટીન અને બારદાનના પૈસા સરકારમાં જમા નહીં કરાવીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. હાલ આ શાખામાં નિમણૂંકનો ભાવ રૂા. 50,000 હોવાનો ચોંકાવનારો આક્ષેપ પણ તેમણે કમિશનરને કરેલી રજૂઆતમાં કર્યો છે.

- Advertisement -

આ પ્રકારના અનેક નાણાકીય કૌભાંડો છતાં સીડીપીઓ સામે કોઇ જ કાર્યવાહી નહીં કરીને ડીએમસી વસ્તાણી તેમને છાવરી રહ્યાં છે. આ રીતે ટીમેઅસી પણ કૌભાંડમાં લિપ્ત હોય તેવું જણાઇ રહ્યું છે. આઇસીડીએસ શાખાના આ જબ્બર કૌભાંડની તાત્કાલિક તપાસ કરી ભ્રષ્ટ અધિકારીઓને તેમના હોદ્ા પરથી દૂર કરવા માગણી કરવામાં આવી છે. જો અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન અને આશ્ર્ચર્યજનક કાર્યક્રમ આપવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular