વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા મંકી પોકસને પણ મહામારી જાહેર કરવામાં આવી છે. કોરોના મહામારી હજુ સંપૂર્ણ ખતમ થઇ નથી ત્યારે વિશ્વમાં બીજી નવી મહામારીએ જન્મ લીધો છે. ઓછાવત્તા પ્રમાણમાં દુનિયાના 75 જેટલા દેશોમાં મંકીપોકસનું સંક્રમણ જોવા મળે છે. સામાન્ય રીતે આફ્રિકાના કેટલાક દેશો પુરતી આ સિમિત રહેલી આ બિમારીએ દુનિયાના લગભગ દરેક ખૂણે દેખા દીધી છે. પોકસથી દુનિયામાં કુલ 6 લોકોના મોત થયા છે. ભારતમાં મંકી પોકસને પ્રથમ કેસ કેરલમાં નોંધાયો હતો. કુલ 4 જેટલા કેસ નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ જોવા મળે છે. અમેરિકાની વાત કરીએ તો ન્યૂયોર્કમાં સૌથી વધુ 1092 જેટલા કેસ નોંધાયા છે. જો કે ન્યૂયોર્કના લોકો આ બિમારીના નામને લઇને કચવાટ અને શરમનો અનુભવ કરી રહયા છે. આથી આ બિમારીનું નામ બદલવાની વિશ્વ આરોગ્ય સંસ્થાને અપીલ કરવામાં આવી છે. આ અંગે ન્યૂયોર્ક સિટી કાઉન્સિલના હેલ્થ ઓફિસરે વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રમુખ ટેડરોસ ગ્રેબ્રેયાસુમ ને પત્ર લખ્યો છે. જેમાં આ નામ દર્દીઓ માટે તિરસ્કાર જનક અને પીડા આપનારૂં હોવાની રજૂઆત કરવામાં આવી છે. આ મંકી પોકસ નામથી એક વિચિત્ર મેસેજ જાય છે.બિમારીના નામને લઇને લોકોમાં કચવાટ અને શરમ