જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા નાગજી કલ્યાણજી વઘોરાની વારસાગત રહેણાંક મકાનવાળી જમીન રેવન્યુ સર્વે નં. 1385-1492 પૈકી સીટી સરવે નં. 192, શીટ નં. 448 જેમાં છેલ્લા સીટી સર્વે નં. 2475 છે. આ જગ્યાએ હક્કચોકસી અધિકારીએ તા. 23-8-1977ના સરકાર ઠરાવી દીધેલ છે. તેથી સીટી સર્વે કચેરી નં. 2માં સરકાર તરીકે પ્રોપર્ટી કાર્ડમાં નોંધાયેલ છે.
જેની સામે એપેલન્ટ નાગજી કલ્યાણજીએ જામનગરના નાયબ કલેકટર (શહેર)ની કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. મજકુર અપીલ તા. 23-5-22 કાઢી નાખી હતી.
આથી તેની વિરુધ્ધ તા. 21-7-2022ના જામનગરના કલેકટરની કોર્ટમાં રિવિઝન દાખલ કરી નાયબ કલેકટર, જામમનગર (શહેર)નો તા. 23-5-22નો હુકમ રદ્ કરવા તથા મજકુર રહેણાંક જમીન (જગ્યા)ની સનંદ કાઢી આપવા દાદ માગેલ છે.
એપેલેન્ટ નાગજી કલ્યાણજી વઘોરા તરફથી એડવોકેટ નરેન કણજારીયા તથા એડવોકેટ અંકિતા સંઘપાલ રોકાયેલ છે.