આ અંગેની વિગત મુજબ, ખંભાળિયાના રામનગર વિસ્તારના મૂળ વતની અને હાલ જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા અશોકભાઈ રામજીભાઈ મધુડિયા નામના 35 વર્ષના યુવાને ગત તારીખ 26 ના રોજ સાંજના સમયે પોતાના રામનગર ખાતેના રહેણાંક મકાનમાં છત પર આવેલા પંખા સાથે ઓઢણી વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપળ્યો હતો. આ બનાવની જાણ મૃતકના ભાઈ પ્રવીણભાઈ રામજીભાઈ મધુડીયાએ અહીંની પોલીસને કરી છે.