Monday, December 23, 2024
Homeરાજ્યખંભાળિયાના દારૂ પ્રકરણમાં પાંચ માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

ખંભાળિયાના દારૂ પ્રકરણમાં પાંચ માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

- Advertisement -

ખંભાળિયાના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા સામત લીલા રૂડાચ નામના 23 વર્ષના ગઢવી શખ્સ સામે આજથી આશરે પાંચેક માસ પહેલા દારૂ અંગેનો કેસ નોંધાયો હતો. આ પ્રકરણમાં છેલ્લા ઘણા સમયથી તે ફરાર હોવાથી આ અંતર્ગત એલસીબી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત એએસઆઈ ભરતભાઈ ચાવડા, હેડ કોન્સ્ટેબલ મશરીભાઈ ભરવાડીયા તથા લાખાભાઈ પિંડારિયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉપરોક્ત શખ્સને ગાયત્રીનગર વિસ્તારમાંથી ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular