Monday, December 23, 2024
Homeરાજ્યબનાવટી ચલણી નોટોના ગુનામાં નાસતો ફરતો આરોપી દ્વારકાથી ઝડપાયો

બનાવટી ચલણી નોટોના ગુનામાં નાસતો ફરતો આરોપી દ્વારકાથી ઝડપાયો

- Advertisement -

જૂનાગઢ પંથકમાં આજથી આશરે પાંચેક માસ પૂર્વે બનાવટી ચલણી નોટો સંદર્ભેનનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જે સંદર્ભે દ્વારકાના રહીશ એવા એક શખસને એસ.ઓ.જી. પોલીસે દબોચી લીધો હતો.

- Advertisement -

આ પ્રકરણની વિગત મુજબ જૂનાગઢ જિલ્લામાં ગત માર્ચ માસમાં રૂ. 2,69,500 ની કિંમતની ચલણી નોટો મળી આવી હતી. આ નોટો બનાવટી હોવાથી આ અંગે જુનાગઢ પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 489 (બી), 489(સી), 489(ડી), 120 (બી) અને 201 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ પ્રકરણમાં દેવભૂમિ દ્વારકામાં જૂની નગરપાલિકાની પાછળના ભાગે આવેલા વણકરવાસ ખાતે રહેતા અને કોમ્પ્યુટર રીપેરીંગનું કામ કરતા ભીખુ ઉર્ફે આદિત્ય રામજી નારણ રાઠોડ નામના ચાલીસ વર્ષનું નામ ખુલવા પામ્યું હતું. આ શખ્સ જે- તે સમયે પોલીસથી બચી અને નાસી છૂટ્યો હતો.

- Advertisement -

છેલ્લે આશરે પાંચેક માસથી નાસતો ફરતો આ આરોપી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવ્યો હોવાની બાતમી એસ.ઓ.જી. પોલીસના દ્વારકા ખાતે પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. અશોકભાઈ સવાણી તથા કોન્સ્ટેબલ જીવાભાઈ ગોજીયાને મળતા ઉપરોક્ત શખ્સને તેના રહેણાંક મકાનમાંથી દબોચી લેવામાં આવ્યો હતો.

આ શખ્સની અટકાયત કરી, વધુ તપાસ અર્થે જુનાગઢના ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી એસઓજીના પીઆઈ પી.સી. સીંગરખીયા, એ.એસ.આઈ. હરદેવસિંહ જાડેજા, અશોકભાઈ સવાણી, કિશોરસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ રાઠોડ, વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular