Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરપીજીવીસીએલ સામે પુરવણી બિલ રદ્ કરવાનો દાવો નામંજૂર કરતી અદાલત

પીજીવીસીએલ સામે પુરવણી બિલ રદ્ કરવાનો દાવો નામંજૂર કરતી અદાલત

- Advertisement -

જામનગરના ઢેઢીયા નાલા પાસે, ઠેબાના રહીશ કાનજીભાઇ હિરાભાઇના પિતા હિરાભાઇ રામજીના નામે કોમર્શિયલ ટેરીફનું વિજ કનેકશન આપવામાં આવ્યું હતું અને તે વિજ કનેકશનનો વિજ મીટરનું તા. 5-8-08ના રોજ પીજીવીસીએલ કંપનીના ચેકિંગ ટુકડી દ્વારા ચેકિંગ કરવામાં આવતાં કાનજીભાઇ હીરાભાઇનું વિજ મીટર શંકાસ્પદ જણાતા વીજ મીટર ઉતારી નવું વિજ મીટર લગાડવામાં આવ્યું હતું અને જુના વિજ મીટરને લેબોરેટરીમાં ચેકિંગ અર્થે મોકલવામાં આવ્યું હતું અને લેબોરેટરીમાં તા. 19-2-09ના રોજ વાદીના વિજ મીટરનું લેબરોજકામ કરવામાં આવતાં વિજમીટરના બોડી પરના લેડસીલો પરથી છાપો ડુપ્લીકેટ હતી. ટોપ કવરને ખોલીને જોતાં ટ્રેઇન ગીયર એસમ્બલીના સ્ક્રુ પર ઘરસકાના નિશાન સ્પષ્ટ હતા તેમજ ડાયલ ડિઝિટ પર ઘસરકાના નિશાન સ્પષ્ટ હતાં આમ મીટર રીડીંગ સાથેના ચેડા સ્પષ્ટ થતા વાદીને પીજીવીસીએલ કંપની દ્વારા ધોરણસરની આકારણી કરી તે અન્વયે રૂા. 94,220નું પુરવણી બીલ આપવામાં આવ્યું હતું તે પુરવણી બીલ નિયમો વિરુધ્ધનું હોવાનું જણાવી અને તે બિલની રકમ કાનજીભાઇ હીરાભાઇ ભરવા જવાબદાર ન હોય તેવું જણાવી અને પુરવણી બીલની રકમ પીજીવીસીએલ કંપની વસુલ લેવા હક્કદાર ન થી હોય તેવી અરજી લાવી મજકુર પુરવણી બીલ રદ્ કરવા દાવો દાખલ કર્યો હતો. જે દાવો ચોથા એડી. સિનિ. સિવિલ જજ એન.એન. પાથરની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે બન્નેપક્ષો તરફે રજૂ થયેલ લેખિત તથા મૌખિક પુરાવાઓ તેમજ દલીલો ધ્યાને લઇ પ્રતિવાદી પીજીવીસીએલ કંપની તરફે રજૂ થયેલ લેખિત તથા મૌખિક પુરાવાઓ તેમજ દલીલોને માન્ય રાખી વાદી કાનજીભાઇ હીરાભાઇનો દાવો ખર્ચ સહિત નામંજૂર કર્યો છે અને પ્રતિવાદીને થયેલ ખર્ચ પણ વાદીએ ચૂકવી આપવો તેવો હુકમ કોર્ટે કર્યો છે.

- Advertisement -

કેસમાં પીજીવીસીએલ તરફે જામનગરના સિનિ. એડવોકેટ અશોક નંદા તથા તેની સાથે એસો. એડ. પૂનમ પરમાર તથા કલ્પેન રાજાણી રોકાયેલ હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular