આઇસીસી એ બર્મિંગહામમાં ચાલી રહેલી વાર્ષિક સામાન્ય સભા દરમિયાન 2025માં ભારતમાં આઇસીસી મહિલા વિશ્વ કપ ક્રિકેટ સ્પર્ધાઓ યોજવાના કાર્યક્રમને મંજૂરી આપી હતી. આ અંતર્ગત પ્રથમ વખત બે ટી 20 વર્લ્ડ કપ, એક વન ડે વર્લ્ડ કપ અને મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવામાં આવશે.
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ 2024થી 2027 સુધી ચાર મોટી મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટની મેજબાનોની જાહેરાત કરી છે. આ અંતર્ગત ભારતમાં 2025 મહિલા વનડે વર્લ્ડ કપનું (આઇસીસી મહિલા 19-20 વિશ્વ કપ ક્રિકેટ સ્પર્ધાનું) આયોજન કરવામાં આવશે. આઇસીસીએ બર્મિંગહામમાં ચાલી રહેલી વાર્ષિક સામાન્ય સભા દરમિયાન આ કાર્યક્રમને મંજૂરી આપી હતી. આ અંતર્ગત પ્રથમ વખત બે ટી-20 વર્લ્ડ કપ, એક વનડે વર્લ્ડ કપ અને મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવામાં આવશે. મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી ટી-20 ફોર્મેટમાં યોજાશે, જે 2027માં યોજવાનું આયોજન છે. ભારતમાં વનડે ઇન્ટરનેશનલ વર્લ્ડ કપ આઇસીસીની તાજેતરની જાહેરાત મુજબ ભારતીય ઉપખંડમાં જ ત્રણ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. જ્યાં સુધી ભારતનો સવાલ છે, બીસીસીઆઇના 2025માં મહિલા વન ડે ઇન્ટરનેશનલ વર્લ્ડ કપનું આયોજન કરશે.