નેશનલ હેરાલ્ડ કેસમાં ઇડી દ્વારા રાહુલ ગાંધીની પુછપરછ કર્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પુછપરછ કરવામાં આવી છે. જેનો કોંગ્રેસ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે.
દિલ્હીમાં રાહુલ ગાંધી પાર્ટીના સાંસદો સાથે ઘરણાં પર બેઠાં હતાં ત્યારબાદ પોલીસ દ્વારા રાહુલ ગાંધી સહિત વિરોધ કરી રહેલાં કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. જેનો જામનગરમાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીની અટકાયતના વિરોધમાં જામનગર શહેરમાં લાલબંગલા સર્કલ પાસે કોંગ્રેસ દ્વારા ઇડીનું પુતળુ અને ટાયર સળગાવી વિરોધ કરવામાં આવ્યો હતો. જેને લઇ પોલીસ દોડી ગઇ હતી અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઇ કુંભારડિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા,યુવક કોંગ્રેસ પ્રમુખ ડો.તોસિફખાન પઠાણ, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સહારાબેન મકવાણા સહિતના કોંગ્રેસના અગ્રણીઓ હોદેદારો વિરોધ કરતાં હોય પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.