Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતટ્રેનમાં મુસાફરી કરવાના હો તો આ સમાચાર તમારા માટે અગત્યના છે...

ટ્રેનમાં મુસાફરી કરવાના હો તો આ સમાચાર તમારા માટે અગત્યના છે…

- Advertisement -

રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા થાન સ્ટેશન પર ડબલ ટ્રેકના કામ હેઠળ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગની કામગીરી માટે મેગા બ્લોક લેવામાં આવશે, જેના કારણે રેલ ટ્રાફિકને તાત્કાલિક અસરથી 5 ઓગસ્ટ સુધી અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર, જે ટ્રેનોને અસર થશે તેની વિગતો નીચે મુજબ છે:

- Advertisement -

રદ કરાયેલી ટ્રેનો:

ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 26.07.2022 થી 04.08.2022 સુધી રદ.

- Advertisement -

ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 27.07.2022 થી 05.08.2022 સુધી રદ.

ટ્રેન નંબર 19573 ઓખા-જયપુર એક્સપ્રેસ 01.08.2022 ના રોજ રદ.

- Advertisement -

ટ્રેન નંબર 19574 જયપુર-ઓખા એક્સપ્રેસ 02.08.2022 ના રોજ રદ.

ટ્રેન નંબર 22908 હાપા-મડગાંવ એક્સપ્રેસ 27.07.2022 ના રોજ રદ.

ટ્રેન નંબર 22907 મડાગાવ-હાપા એક્સપ્રેસ 29.07.2022 ના રોજ રદ.

ટ્રેન નંબર 22939 હાપા-બિલાસપુર એક્સપ્રેસ 30.07.2022 ના રોજ રદ.

ટ્રેન નંબર 22940 બિલાસપુર-હાપા એક્સપ્રેસ 01.08.2022 ના રોજ રદ.

ટ્રેન નંબર 19320 ઇન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસ 26.07.2022 ના રોજ રદ.

ટ્રેન નંબર 19319 વેરાવળ – ઈન્દોર મહામના એક્સપ્રેસ 27.07.2022 ના રોજ રદ.

ટ્રેન નંબર 19015 મુંબઈ સેન્ટ્રલ – પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 30.07.2022 ના રોજ રદ.

ટ્રેન નંબર 19016 પોરબંદર – મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 31.07.2022 ના રોજ રદ.

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:

ટ્રેન નંબર 19209 ભાવનગર – ઓખા એક્સપ્રેસ તાત્કાલિક અસરથી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી 03.08.2022 સુધી ચલાવવામાં આવશે. આમ, આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેન નંબર 19210 ઓખા – ભાવનગર એક્સપ્રેસ 26.07.2022 થી 04.08.2022 સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી ચલાવવામાં આવશે. આમ, આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ – હાપા દુરંતો એક્સપ્રેસ તાત્કાલિક અસરથી 03.08.2022 સુધી મુંબઈ સેન્ટ્રલથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેન નંબર 12268 હાપા – મુંબઈ સેન્ટ્રલ દુરાન્તો એક્સપ્રેસ 26.07.2022 થી 04.08.2022 સુધી સુરેન્દ્રનગરથી મુંબઈ સેન્ટ્રલ સુધી ચલાવવામાં આવશે. આમ, આ ટ્રેન હાપા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેન નંબર 22923 બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ 25.07.2022, 28.07.2022, 30.07.2022 અને 01.08.2022ના રોજ બાંદ્રાથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેન નંબર 22924 જામનગર – બાંદ્રા હમસફર એક્સપ્રેસ 26.07.2022, 29.07.2022, 31.07.2022 અને 02.08.2022 ના રોજ સુરેન્દ્રનગરથી બાંદ્રા સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન જામનગર-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

29.07.2022 ના રોજ જબલપુરથી ઉપડનારી ટ્રેન નંબર 11466 જબલપુર – સોમનાથ એક્સપ્રેસ અમદાવાદ – સોમનાથ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

30.07.2022 ના રોજ સોમનાથથી ઉપડનારી ટ્રેન નંબર 11465 સોમનાથને બદલે અમદાવાદથી શરૂ થશે. આમ આ ટ્રેન સોમનાથ-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનો:

30.07.2022 ના રોજ ગાંધીધામથી ઉપડતી ટ્રેન નંબર 15667 ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસને વાયા વિરમગામ, ધાંગધરા, માળીયા મિયાણા થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચલાવવામાં આવશે.

27.07.2022 ના રોજ કામાખ્યાથી ઉપડતી ટ્રેન નંબર 15668 કામાખ્યા – ગાંધીધામ એક્સપ્રેસને વાયા માળિયા મિયાણા, ધાંગધરા, વિરમગામ થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચલાવવામાં આવશે.

28.07.2022 ના રોજ ગાંધીધામથી ઉપડતી ટ્રેન નંબર 22952 ગાંધીધામ-બાંદ્રા એક્સપ્રેસને વાયા માળિયા મિયાણા, ધાંગધરા, વિરમગામ થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચલાવવામાં આવશે.

29.07.2022 ના રોજ બાંદ્રાથી ઉપડતી ટ્રેન નંબર 22951 બાંદ્રા – ગાંધીધામ એક્સપ્રેસને વાયા વિરમગામ, ધાંગધરા, માળીયા મિયાણા થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચલાવવામાં આવશે.

રીશેડ્યુલ કરેલ ટ્રેનો:

ટ્રેન નંબર 22969 ઓખા – વારાણસી એક્સપ્રેસ 04.08.2022 ના રોજ ઓખાથી તેના નિર્ધારિત સમયથી 3 કલાક 30 મિનિટ મોડી ઉપડશે.

ટ્રેન નંબર 16337 ઓખા – એર્નાકુલમ એક્સપ્રેસ 30.07.2022 ના રોજ ઓખાથી તેના નિર્ધારિત સમયથી 6 કલાક 30 મિનિટન મોડી ઉપડશે.

ટ્રેન નંબર 16614 કોઈમ્બતુર – રાજકોટ એક્સપ્રેસ 29.07.2022 ના રોજ કોઈમ્બતુરથી તેના નિર્ધારિત સમય કરતાં 4 કલાક મોડી ઉપડશે.

ટ્રેન નંબર 22946 ઓખા – મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ 30.07.2022 ના રોજ ઓખાથી તેના નિર્ધારિત સમય કરતાં 3 કલાક મોડી ઉપડશે.

ટ્રેન નંબર 19218 વેરાવળ – બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ 30.07.2022 ના રોજ વેરાવળથી તેના નિર્ધારિત સમય કરતાં 2 કલાક 45 મિનિટના મોડી ઉપડશે.

પુનઃસ્થાપિત ટ્રેનો:

26મી જુલાઈ, 2022ની ટ્રેન નંબર 19119 અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ અને ટ્રેન નંબર 19120 સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ જે સુરેન્દ્રનગર-સોમનાથ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી હતી, આ બંને ટ્રેનોને હવે પુનઃસ્થાપિત કરવામાં આવી છે. ઉપરોક્ત બંને ટ્રેનો હવે તેમના નિયમિત સમયપત્રક મુજબ ચલાવવામાં આવશે.

રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતી નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular