જામનગર તાલુકાના દરેડ ગામમાં રહેતી યુવતી કાલાવડથી જામનગર આવવા માટે બસમાં રવાના થયા બાદ ઘરે નહીં પહોંચતા લાપતા પત્ની અંગે પતિએ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.
મળતી વિગત મુજબ જામનગર તાલુકાના દરેડ ગામમાં સોમનાથ સોસાયટીમાં રહેતાં રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામના વતની મનોજ સાગઠીયાની પત્ની હસ્મિતા સાગઠીયા નામની પાંચ ફુટ ત્રણ ઇંચ ઉંચાઇ ઘઉવર્ણો વાન ધરાવતી ગુજરાતી ભાષા બોલતી અભણ અને પંજાબી ડ્રેસ પહેરેલી મધ્યમ બાંધાની યુવતી જામનગર તેણીના ઘરે રાત સુધી પહોંચી ન હતી. યુવતીને તેના બનેવી હિરાભાઇએ બસમાં બેસાડી હતી. જેથી મનોજભાઇએ પોલીસમાં જાણ કરતા પોલીસે આ યુવતી અંગે કોઇ જાણકારી મળે તો નજીકના પોલોસ સ્ટેશનમાં જાણ કરવા અપીલ કરી છે.