ભારત દેશની રાષ્ટ્રીય સમગ્રતાનો પરિચય આપી અનેક ભાષા, સંસ્કૃતિ અને ધર્મના વૈવિધ્યતાના તાણા-વાણાથી વણાયેલો છે. જેને આઝાદીના અમૃતમહોત્સવની ઉજવણીના ભાગરૂપે પ્રકાશીત કરવાનો એક પ્રયાસ રૂપે લાખોટા કોઠા સ્થિત પૂરાતત્વીય સંગ્રાહલય દ્વારા ગીતા રાઠોડના માર્ગદર્શનમાં અનુભુતી
લીપણકામ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનીક કલાવારસાથી પરિચિત થવા અને આત્મનિર્ભર ભારત તરફ ઉદેશ્ય માટે વોકલ ફોર લોકલને પ્રાધાન્ય આપતા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપ દ્વારા તૈયાર કરાયેલ આવૃતિઓનું 25 થી 27 જુલાઇ સુધી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો આજે પારંભ થયો હતો. ત્રિદિવસીય આ પ્રદર્શન લાખોટા કોઠો રણમલ તળાવ ખાતે સવારે 10.30થી રાત્રીના 9.00 વાગ્યા સુધી નિ:શુલ્ક નિહાળી શકાશે.