જામનગર શહેરના કડિયાવાડ વિસ્તારમાં આવેલી કોટ ફળી વિસ્તારમાં રહેતાં શખ્સના મકાનમાંથી એલસીબીની ટીમે રેઈડ દરમિયાન રૂા.26,000 ની કિંમતની 65 બોટલ દારૂ અને એક મોબાઇલ મળી કુલ રૂા.31,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. કાલાવડ તાલુકાના ખરેડી ગામમાંથી પોલીસે એક શખ્સને રૂા.5000 ની કિંમતની 10 બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો.
દારૂના દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના કડિયાવાડ વિસ્તારમાં આવેલી કોટ ફળી વિસ્તારમાં રહેતા અને કેટરસનો વ્યવસાય કરતાં રાકેશ નિરંજનભાઈના મકાનમાં દારૂનો જથ્થો હોવાની એલસીબીના ભગીરથસિંહ સરવેયા, દિલીપ તલાવડિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ કે.કે. ગોહિલ તથા ટીમ દ્વારા રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.26,000 ની કિંમતની દારૂની 65 બોટલ મળી આવતા પોલીસે રૂા.5,000 નો મોબાઇલ અને દારૂનો જથ્થા સહિત રૂા.31,000 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા દારૂનો જથ્થો ધોરાજીના સલીમ ઉર્ફે બાબર હાજી ઈસ્માઇલ કુરેશી દ્વારા સપ્લાય કર્યો હોવાની કેફિયત આપતા એલસીબીએ બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બીજો દરોડો, કાલાવડ તાલુકાના ખરેડી ગામ નજીકથી પસાર થતાં રાહેશ તરશી માવી નામના શખ્સને સ્થાનિક પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.5000 ની કિંમતની દારૂની 10 બોટલો મળી આવતા રાહેશની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.