ખબર-રાજકોટ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો ટેકનિકલ કારણોસર 23મી જુલાઈથી 28મી ઓગસ્ટ, 2022 સુધી દર શનિવાર અને રવિવારે રદ રહેશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન દર શનિવાર અને રવિવારે રદ કરાયેલી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ, ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ, ટ્રેન નંબર 19119 અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ તથા ટ્રેન નંબર 19120 સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ.
જામનગર-વડોદરા ઇન્ટરસિટી 28 ઓગસ્ટ સુધી દર શનિ-રવિ રદ
સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ પણ આ સમય દરમિયાન નહીં દોડે